Sunday, April 12, 2026
HomeGujaratવાંકાનેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા દુકાનધારક ઝડપાયો, સોદાગર ફરાર

વાંકાનેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા દુકાનધારક ઝડપાયો, સોદાગર ફરાર

વાંકાનેરના પ્રતાપ રોડ પર મોબાઇલ દુકાનમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતા દુકાનધારકને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે ફોન મારફતે સોદા કરનાર આરોપીને ફરાર જાહેર કરી વાંકાનેર સીટી પોલીસે રોકડ અને મોબાઇલ સહિત રૂ.૬,૨૨૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર આવેલી “જનતા મોબાઇલ” દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં દુકાન ધારક આરોપી સમીર યુનુસભાઈ ગોરી ઉવ.૩૯ વાળો મોબાઇલ દ્વારા તાજેતરમાં ચાલતી આઇપીએલ ટી-૨૦ અંતર્ગત સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે ચાલી રહેલી મેચ પર હારજીત તથા રનફેર ઉપર રૂપિયા લગાવી જુગાર રમતો હતો. પોલીસે તેની પાસેથી રોકડ રૂ.૧૨૨૦/- અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.૬,૨૨૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે મોબાઈલમાં જુગારના સોદા નાખનાર અન્ય મોબાઇલ નંબર ૯૨૭૪૮ ૭૪૭૫૨ ધારક આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!