હળવદ શહેરમાં વધુ એક બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં હળવદમાં મહર્ષિ ટાઉનશીપ શેરી નં.૬ માં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ કણેત ઉવ.૩૮ ગઈ તા.૦૩ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ પોતાના નિત્યક્રમ મુજબ મેઈન બજારમાં આવેલ પોતાની આસ્થા લેડીઝવેર કાપડની દુકાને પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં.જીજે-૧૦-એજી-૨૧૨૧ લઈને ગયા હતા ત્યારે મેઈન બજારમાં આવેલ રાજેશ સ્ટોર નજીક ઉપરોક્ત બાઇક ત્યાં પાર્ક કરીને પોતાની દુકાને ગયા હતા, જે બાદ સાંજના સમયે જ્યાં મોટર સાયકલ પાર્ક કર્યું હોય ત્યાં જોવા ન મળતા, મોટર સાયકલ અંગે આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ હળવદ પોલીસ મથકમાં રૂબરૂ અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.