હાલમાં આ વર્ષે ગરમીનો પારો ઘણો ઊંચો ગયો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બહાર તો ઠીક પરંતુ અસહ્ય ઉકળાટના કારણે ઘરમાં કે પછી કામના સ્થળ પર પણ રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ગરમીથી બચવા માટે લોકો એસી અથવા કુલરના સહારે આવી ગયા છે. ત્યારે હળવદના દુકાનદારોએ પોતાની નૈતિક ફરજ સમજી તેમના વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું હતું.
ચારે તરફ કોન્ક્રીટના જંગલો ખડકાઇ રહ્યા છે. જેના કારણે વૃક્ષોનું નિકંદ નીકળી રહ્યું છે. લોકો પોતાની નૈતિક જવાબદારીઓ છોડી વૃક્ષો કાપી રહ્યા છે આના કારણે આવતા સમયમાં આથી વધુ ગરમીનો પારો ઊંચો જશે. જેમાં જીવવું પણ મુશ્કેલ બની જશે. જો હજુ પણ લોકો પોતાની જવાબદારીઓ સમજશે નહીં તો આથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જશું. અત્યારે આ સમસ્યાની ગંભીરતા લઈ હળવદના દુકાનદારો દ્વારા પોતાની નૈતિક ફરજ સમજી જાતે જ વૃક્ષારોપણ કરી અને રોજિંદી તેની માવજત કરીને વૃક્ષોનું ઉછેર કરશે. જો આ રીતે દરેક લોકો પોતાની આજુબાજુમાં જે વધારાની જગ્યા હોય ત્યાં વૃક્ષારોપણ કરે તેનો ઉછેર કરે તો આવતા સમયમાં જે ગંભીર પરિસ્થિતિ સર્જવાની છે. તેની સામે રક્ષણ મળી શકે. હળવદના રાણેકપર રોડ ઉપર આવેલા વિશ્વાસ આર્કેડ વાળા કાળુભાઈ, NXG ફેમિલી સલૂન, ભગવાનજીભાઈ મિસ્ત્રી, રાજુભાઈ ઉડેચા તેમજ સંજયભાઈ મિસ્ત્રી સહિતના લોકોએ વૃક્ષારોપણ કર્યું છે અને આગામી સમયમાં તેમની આજુબાજુમાં જ્યાં જગ્યા ખાલી હશે ત્યાં વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરશે. તેમજ અન્ય લોકોને પણ વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા જણાવેલ હતું.