Wednesday, November 27, 2024
HomeGujaratટંકારામાં ચાર ફેક્ટરીમાંથી ચડ્ડી,ટીશર્ટ ધારી ગેંગે દ્વારા ચોરી

ટંકારામાં ચાર ફેક્ટરીમાંથી ચડ્ડી,ટીશર્ટ ધારી ગેંગે દ્વારા ચોરી

ટંકારા તાલુકા લજાઈ રોડ પર આવેલી ચાર ફેક્ટરીને ચડ્ડી ટીશર્ટ ધારી ગેંગના સભ્યોએ નિશાન બનાવી કારખાનામાંથી રોકડ રૂપિયાની ચોરી કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ઉદ્યોગનું હબ ગણાતા લજાઈ ગામ નજીકના દેવ પોલીપેક, ઝીકોબા સોક્સ, મોરબી એન્જી. વર્કસ અને સિલ્વર રીસાયકલ સહીતની ફેકટરીઓની ઓફીસમાં ચડ્ડી ટીશર્ટ ધરી ગેંગના સભ્યો તાળા તોડી રોકડ સહિતનો મુદ્દામાલ ઉસેડી ગયા હતા.તસ્કરો ઝીકોબા સોક્સમાંથી ૫ થી ૮ હજારની રોકડ રકમ, મોરબી એન્જી વર્કસમાંથી ૭૦ થી ૮૫ હજારની રોકડ તેમજ સિલ્વર રીસાયકલમાંથી ૨ થી 4 હજારની રોકડ ચોરી થયાનું માનવામાં આવે છે. ચોર ગેંગે લેપટોપ સહિતની કીમતી ચીજવસ્તુઓને હાથ પણ લગાવ્યો ન હતો પરંતુ સીસીટીવી કેમેરા તેમજ રાઉંટરમાં તોડફોડ કરી હતી અને ડીવીઆર ઉઠાવીની ચોરી કરી લઈ ગયા હતા આ અંગેનો વિડીયો વાયરલ થતા ટંકારા પોલીસે ધટના સ્થળે દોડી જઇ તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!