મોરબી સબ જેલમાં ડૉ બાબા સાહેબ આંબેડકરમાં મહા પરીનિર્વાણ દિને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતા. બાબા સાહેબ કોઈ પણ સમાજ અને ધર્મ પહેલા દેશને અગ્રીમતા આપતા હતા જેમ કે દેશ માટે આ મહાન શબ્દો છે ડૉ બાબા સાહેબ આંબેડકરના “We are indians firstly & lastly”.
ડૉ બાબા સાહેબ આંબેડકરે દેશના બધા જ નાગરિકોને સમાન હક મળે તે માટેના પ્રયત્નો કર્યા છે. દેશને વિશ્વનું સૌથી મોટું બંધારણ આપ્યું, દેશ દરેક લોકોને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના હક્કો આપ્યો છે. સમગ્ર વિશ્વમાં જે વ્યક્તિત્વના પાઠ આજે ભણાવવામાં આવતા હોય, જેની મહાનતા અને નોલેજનો ડંકો વિશ્વના તમામ દેશોમાં વાગતો હોય તેવા મહાન વ્યક્તિત્વ, ભારતરત્ન, વિશ્વ વિભૂતિ ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનનિમિત્તે બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડા તથા જેલના કર્મચારીઓ સાથે જેલના બંદિવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.