મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિજુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા જિલ્લા પોલીસને સૂચન કરતા સૂચના અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે પાંચ સ્થળોએ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા કુલ ૨૩ પત્તાપ્રેમીઓને પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા દુર વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ પર રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જુગાર રમતા નવઘણભાઇ કાનજીભાઇ ઇન્દરીયા, રમેશભાઇ અજાભાઇ મઢવી તથા અમિતભાઇ હસમુખભાઇ મુછડીયા નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂ.૨૪૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરાવમાં આવ્યો છે.
જયારે બીજા બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે સર્કીટ હાઉસની પાછળ આશાપાર્ક પાસે આવતા જાહેર શેરીમા રેઈડ કરી સ્થળ પરથી જુગાર રમતા પ્રવિણસિંહ હરુભા વાઘેલા, બળવંતસિંહ વખતસિંહ વાઘેલા, ગોપાલભાઇ રમેશભાઇ નિમાવત, ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી, વિપુલભાઇ પરસોત્તમભાઇ સોલંકી તથા દાનુભા નટુભા ઝાલા નામના શખ્સોને રોકડા રૂ.૧૬,૬૬૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
ત્રીજા બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રણછોડનગર સાંઇબાબાના મંદીર નજીક શેરીમાંથી સલમાબેન ઉર્ફે સોનલબેન હાસમભાઇ સુમરા, સુનીતાબેન લાલજીભાઇ સોલંકી, મુમતાજબેન ઇકબાલભાઇ સુમરા, કાજલબેન અનીલભાઇ ડાંગી તથા સરસ્વતીબેન ભાણજીભાઇ સોલંકી નામના મહિલાઓને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૩૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ચોથા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે લાયન્સનગર શેરી નં.૨ જાહેરમાં વીસીપરા ચોકી પાસે રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જુગાર રમતા ઘનજીભાઇ મંગાભાઇ લઢેર, અતુરભાઇ ઘનજીભાઇ લઢેર તથા ધીરજભાઇ લાલજીભાઇ ચાવડા નામના શખ્સોને રોકડા રૂ.૫૭૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
પાંચમા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કુંતાસી ગામમા નવા પ્લોટ વિસ્તારમા લાઈટના અંજવાળે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી બાવજીભાઈ પુંજાભાઈ ભોંયા, નરેન્દ્રભાઈ કાનજીભાઈ ભાડજા, ચંદ્રેશભાઈ મનજીભાઈ મીનપરા, જયસુખભાઈ કાનજીભાઈ ભાડજા, મનીષભાઈ અવચરભાઈ કુંડારીયા તથા જયદિપભાઈ કાંતીભાઈ કુંડારીયા નામના શખ્સોને કુલ રોકડા રૂ.૧૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.