મોરબી શહેર સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં હાલ શ્રાવણીયો જુગારની મોસમ પુરબહાર ખીલી ઉઠી છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણીયો જુગારની મોસમ ભીમ અગિયારસથી જ શરૂ થઇ જતી હોય છે. ત્યારે મોરબી પોલીસ પણ સતર્ક થઈ છે અને ઠેર ઠેર રેડ કરી આવા જુગારના નશામાં ચૂર પત્તા પ્રેમીઓની અટકાયત કરી રહી છે.
તેવામાં ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી કે વિધુતનગર મફતીયાપરામાં છ શખ્સો ટોળુંવાળી જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા કિશન સવજીભાઇ કુંવરીયા, વિજય રમેશભાઇ ગૈાસ્વામી, સુનિલ દિપકભાઇ મોરવાડીયા, શની ઉર્ફે ચનો મનુભાઇ કગથરા, અશ્વિન ગંગારામભાઇ જોટાણીયા અને સુરેશગીરી સુખદેવગીરી ગૈાસ્વામી નામના શખ્સો પકડાયા હતા, જેમની પાસેથી પોલીસે કુલ રૂ.૬,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ.૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.