Sunday, September 7, 2025
HomeGujaratશ્રી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિતે નિઃશુલ્ક ચેકઅપ...

શ્રી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિતે નિઃશુલ્ક ચેકઅપ તથા સારવાર કેમ્પનું આયોજન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8મી સપ્ટેમ્બરનો દિવસ ’વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે વિદ્યાપ્રેમ વર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોરબીમાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક ચેકઅપ તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે. જેનો મોરબીવાસીઓને મોટી સંખ્યામાં લાભ લેવા આયોજકો દ્વારા નૂરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિતે વિદ્યાપ્રેમ વર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી આર્યાતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા મફત ચેકઅપ તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સોમવાર, તા. 8મી સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. આ કેમ્પનું આયોજન સંસ્થાની બંને ઓપીડીમાં કરવામાં આવશે, જેમાં લક્ષ્મીનગર કેમ્પસ સ્થિત ઓપીડી તેમજ શ્રી આર્યાતેજ ફિઝિયોથેરાપી ક્લિનિક, પંચાસર રોડ, મોરબીનો સમાવેશ થાય છે. કેમ્પનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રહેશે. આ કેમ્પમાં લોકોને મફત ફિઝિયોથેરાપી ચેકઅપ સાથે સારવારની સુવિધા આપવામાં આવશે. કેમ્પમાં જોડાવવા માટે પૂર્વ-નિયુક્તિ (Prior Appointment) લેવી જરૂરી છે. ઇચ્છુક લોકો 9512410099 પર સંપર્ક કરી પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે નવા સાદુકા ગામ, મોરબી નજીક મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક લોકોને નિદાન, જાગૃતિ અને સારવારનો લાભ મળશે. આ અવસર પર વિદ્યાપ્રેમ વર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમામ મોરબીના નાગરિકોને તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને આ કેમ્પનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!