ડિજીટલ ઈન્ડિયાના સ્વપ્નદ્રષ્ટાની પ્રેરણા થકી ગુજરાત સરકારની ડિજીટલ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ અન્વયે “જ્ઞાનકુંજ” પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગઈકાલે શ્રી બંધુ નગર પ્રાથમિક શાળામાં ત્રણ વિશાળ સ્માર્ટ ટીવી અને ત્રણ લેપટોપ આપવામાં આવ્યા છે.
શિક્ષક-વિદ્યાર્થીઓની શીખવા શીખવવાની પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટિનો વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન કુંજ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે શ્રી બંધુ નગર પ્રાથમિક શાળામાં ધોરણ 6,7 અને 8 ના વિદ્યાર્થીઓ માટે શિક્ષકોને તાલીમ આપી ત્રણ વર્ગમાં ત્રણ વિશાળ સ્માર્ટ ટીવી અને ત્રણ લેપટોપ આપવામાં આવ્યા છે, જેના મારફત ઉચ્ચ પ્રાથમિક શિક્ષણનું વિષય વસ્તુ અદ્યતન ટેકનોલોજી મારફત સરળતાથી શીખી શકાય છે. આ તકે શાળાના આચાર્ય અમૂલ જોષીએ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.