Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના શ્રી કેશવાનંદ બાપુ આશ્રમે ૧૨ ડિસેમ્બરના રોજ ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબીના શ્રી કેશવાનંદ બાપુ આશ્રમે ૧૨ ડિસેમ્બરના રોજ ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબીના શ્રી કેશવાનંદ બાપુ આશ્રમ ખાતે સંત શિરોમણી શ્રી બસીર બાપુની પુણયતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ખાતે સંત શિરોમણી શ્રી બશીર બાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન ૧૨/૧૨/૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં સંતવાણી આરાધકો તરીકે જયદીપ સોની, લલીતાબેન ઘોડાદરા અને ઈશ્વરભાઈ ભાલાણી ઉપસ્થિત રહેશે જેમાં તબલા ઉસ્તાદ જીતુ બગડા, શરણાઈ વાદક રજાકભાઈ, બેન્જો વાદક રાહુલ મકવાણા ઉર્મિલા સાઉન્ડના સથવારે સંતવાણી કાર્યક્રમમાં લોકોને ડોલાવશે. મોરબીના શ્રી કેશવાનંદ બાપુ આશ્રમ વીસી ફાટક રોડ ખાતે આ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે બસીર બાપુ સેવકગણ દ્વારા સંતવાણી કાર્યક્રમમા લોકોને ઉમટવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!