ભગવાન શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાસગરબા, શોભાયાત્રા, અન્નકૂટ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ હતું.
શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન વિષ્ણુ નાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું જ્યારે આ સાથે જ તા. ૨૧ એપ્રિલ નાં રોજ રાત્રે ભવ્ય રાસગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી પરશુરામ જન્મોત્સવ ની ઉજવણી નાં ભાગ રૂપે શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા તા. ૨૧ એપ્રિલ નાં રોજ રાત્રે ૯:૦૦ કલાકે શ્રી પરશુરામ ધામ નવલખી રોડ ખાતે ભવ્ય રાસગરબા નું આયોજન કરવામાં આવેલ હતું. જ્યારે ભગવાન પ્રાગટ્ય દિવસ તા. ૨૨ એપ્રિલ રોજ શ્રી ગાયત્રી મંદિર, વાઘપરા ૧૪ થી દાદા શ્રી પરશુરામ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે બપોરે ૪:૦૦ કલાકે શ્રી ગાયત્રી મંદિર થી પ્રસ્થાન કરી મોરબી શહેર નાં મુખ્ય માર્ગો પર ફરી શ્રી પરશુરામ ધામ નવલખી રોડ પર પહોંચી હતી જ્યા પરશુરામ દાદા ની મહા આરતી કરવામાં આવી હતી તેમજ દાદા ને અન્નકુટ નો પ્રસાદ ધરવામાં આવ્યો હતો ત્યાર બાદ સર્વે ભૂદેવો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા માં મોરબી તેમજ આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવો ,પરશુરામ ધામ પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા,બ્રહ્મ અગ્રણી અનિલભાઈ મહેતા,બ્રહ્મ અગ્રણી હસુભાઈ પંડ્યા,મુકુન્દરાય જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી મોરબી જીલ્લા ચિંતનભાઈ ભટ્ટ,સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી મોરબી જિલ્લા મહામંત્રી નીરજ ભાઈ ભટ્ટ , બ્રહ્મ અગ્રણી અમિતભાઈ પંડ્યા,મુકેશભાઈ જાની (ભૂદેવ) તેમજ બ્રહ્મસમાજ ની તમામ પાંખનાં હોદ્દેદારો તેમજ સદસ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતાં અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ, જય જય પરશુરામ નાં નાદ થી ગુંજી ઉઠ્યું હતું..
આ સાથે જ દર વર્ષની જેમ શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી નાં નવા હોદ્દેદારો ની વરણી પણ કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અતુલભાઈ જોષી, મહામંત્રી તરીકે જયદિપભાઈ મહેતા અને બીજા મહામંત્રી તરીકે નયનભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી નાં પ્રમુખ રોહિતભાઇ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઇ દવે, મહામંત્રી કમલભાઈ દવે,મહામંત્રી નયનભાઈ પંડ્યા, મહિધર ભાઈ દવે,ઉદય જોશી, હર્ષ જાની,જીગર દવે, આદર્શ દવે, તેમજ શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી ની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.