રવાપર ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ શ્રી શિવધુન મંડળ દ્વારા લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને 120 નંગ એક લિટરની ઠંડા પાણીની બોટલ આશરે કિંમત રૂ. 51,000 રૂપિયાની ભેટ આપવામાં આવી છે. પ્રજ્ઞાચક્ષુઓ કામ પર લઇ ઠંડુ પાણી બોટેલમાં રહે અને કામ દરમિયાન ઠંડુ પાણી પી શકે તે હેતુથી શ્રી શિવ મંડળ દ્વારા બોટેલનું વિતરણ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ખાતે અંધજનોને કરવામાં આવ્યું હતું…
મળતી માહિતી અનુસાર, શ્રી શિવધૂન મંડળ દ્વારા રવાપર ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ શ્રી શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણીની બોટલ કિંમત રૂ. 51,000 નું આશરે ભેટ આપવામાં આવી હતી. શ્રી શિવધુન મંડળ પરિવાર દ્વારા અન્ય સેવાકીય કાર્ય પણ કરવામાં આવે છે. જેમ કે આપણી પ્રાચીન સંસ્ક્રુતિ મુજબ સવારમાં પ્રભાત ફેરી, પ્રભાત ફેરી મા એકત્રીત થતું અનુદાન તે જ દિવસે જુદી જુદી ગૌશાળામાં ગાયોને ઘાસચારો પહોંચાડવો, તેમજ એકત્રીત થતું અનાજ દરરોજ પક્ષીઓને સવાર સાંજ 20 થી 25 કિલો ચણ નાખવું, મંડળ દ્વારા સરકારી હોસ્પિટલમાં જઈ પ્રસુતિ વિભાગમાં મહિનામાં 15 થી 20 દિવસ કાટલાવાળા લાડવા પ્રસાદ રૂપે છેલ્લા 5 વર્ષથી પહોંચાડવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને લક્ષ્મીનગર ખાતે રાશન કીટ જરૂરિયાત મુજબ પહોંચતી કરવામાં આવે છે. તેમજ શોભેસ્વર રોડ અનાથ આશ્રમ અને વૃધા આશ્રમ બને જગ્યાએ જરૂરી રાશન કીટ મોકલવામાં આવે છે, કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં બીમાર પક્ષીઓ માટે મેડિકલ કીટ (દવાઓ)
આપવામાં આવે છે, રવાપર ઘુંનડા રોડ ઉપર ઝૂંપડપટીમાં જઇ નાના બાળકોને બટુક ભોજન કરાવવું, શિવધુન મંડળ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ પણ શ્રી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.