શ્રી.ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ મોરબીના યુવક સમિતિ અને મહિલા સમિતિ દ્વારા રંગારંગ સગીર સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સાવસર પ્લોટ જ્ઞાતિની વાડી ૧૦/૧૧ ખાતે તા. ૨૯/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૩:૩૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫ થી ૧૩ વર્ષના બાળકો માટે વિવિધ રમતો અને બાળકો અને યુવાનો માટે વિવિધ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી.ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ મોરબીના યુવક સમિતિ અને મહિલા સમિતિ દ્વારા રંગારંગ સગીર સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સાવસર પ્લોટ જ્ઞાતિની વાડી ૧૦/૧૧ ખાતે તા. ૨૯/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૩:૩૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫ થી ૧૩ વર્ષના બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી ની એક મિનિટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બાળકો અને યુવાનો માટે ડાન્સ, અભિનય, સિંગીગ કે અન્ય કોઈ પણ કૃતિ સ્ટેજ પરથી રજૂ કરી શકાશે. જેમાં વધુને વધુ પાંચ મિનિટ માટે પરફોર્મન્સ રજૂ કરી શકાશે. જેના માટે સમિતિ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યા છે. જે રંગારંગ કાર્યક્રમમાં માત્ર જ્ઞાતિજનો જ ભાગ લઈ શકશે, કાર્યક્રમના એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે રૂા.પ૦/- એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે. એક ક૨તા વધુ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. દરેક ઇવેન્ટ માટે એન્ટ્રી ફી ભરવાની રહેશે. ઇવેન્ટમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન ગીફટ આપવામાં આવશે. એક ક૨તા વધુ ઇવેન્ટમાં ભાગ લેનારને એક જ પ્રોત્સાહન ગીફટ આપવામાં આવશે, પસંદ અપની અપની ઇવેન્ટમાં ભાગ લેનારે તા.૨૫/૬/૨૦૨૫ ના રોજ ઓડીશન આપી પોતાની કૃતિને સ્વીકૃત ક૨ાવવાની ૨હેશે અન્યથા તે કૃતિ રજુ કરી શકશે નહિં, પસંદ અપની અપની ઇવેન્ટમાં ડાન્સ કે સીગીગ કૃતિ રજુ ક૨નારે પેન ડ્રાઇવ તૈયા૨ કરી ઓડીશન સમયે, આયોજકને તેની કોપી આપવાની રહેશે, એન્ટ્રી ફી ભરી નામ નોંધાવવા માટેની છેલ્લી તા.૨૨/૦૬/૨૦૨૫ રાખવામાં આવી છે. જેની વધુ વિગત કે અન્ય માહિતી માટે યુવક સમિતિના અંબરીશભાઈ બી.જોષીનો મો.૯૪૨૬૨ ૨૧૪૬૬ / ૮૧૬૦૩ ૨૪૧૫૫ પર સંપર્ક કરી શકાશે. જે નામ નોંધાવવા માટે જ્ઞાતીની વાડીએ મેનેજર કિરણભાઈ પંડયાનો રૂબરૂ સંપર્ક કરી શકાશે. જે કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે









