મોરબી ખાતે શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ – મોરબી દ્વારા ૧૫ માં સમુહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દશનામ સમાજના યુગલો પ્રભુતામાં પગલાં માંડશે.
શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ – મોરબી દ્વારા આગામી વિક્રમ સંવત ૨૦૮૨ ના ફાગણ સુદ – ૫ (પાંચમ) અને રવિવાર તા. ૨૨-૦૨-૨૦૨૬ ના રોજ ૧૫ માં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓએ તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી – ૯૪૨૮૨ ૬૭૮૩૨, ડો. જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી – ૯૪૨૮૨ ૧૦૨૩૪, અરવિંદવન ન્યાલવન ગોસ્વામી – ૯૩૨૭૫ ૦૭૫૯૫, પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી – ૯૯૦૯૨ ૧૮૮૦૦ તથા રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી – ૯૮૭૯૪ ૩૨૦૦૧ નો સંપર્ક કરવાનો રહેશે. આ સમુહ લગ્નમાં મા-બાપ વગરની, મા કે બાપમાંથી એકનું અવશાન થયેલ હોય તેવી તેમજ ગરીબ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે. તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.









