મોરબીમાં સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતેથી શ્રી ઝુલેલાલ ના ૧૦૭૫ માં જન્મોત્સવ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ધ્વજારોહણ, મહાઆરતી, બપોરે પ્રસાદ અને સાંજના સમયે અબીલ ગુલાલની છોળો સાથે ઢોલ નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી….
મોરબીમાં શ્રી ઝુલેલાલ મહોત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. શ્રી ઝૂલેલાલની ૧૦૭૫ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી. સમસ્ત સિંધી સમાજ દ્વારા મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે આજે ૧૦૭૫ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સિંધુભવન ખાતે વિવિધ ધાર્મિક મહોત્સવ બાદ સાંજે ભવ્ય શોભાયાત્રા અબીલ ગુલાલની છોળો વચ્ચે ઢોલ નગારાના તાલે નાચતા ઝૂમતા શોભાયાત્રા નીકળી હતી. જેમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામા જોડાયા હતા. જેમાં સવારે ધ્વજા રોહણ, મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. તેમજ સાંજે અબીલ ગુલાલની છોળો ભગવાનના રથ સાથે શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી જે શોભાયાત્રા દરમિયાન ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમ્યા હતા….