Thursday, August 28, 2025
HomeGujaratશ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ દ્વારા ૧૩ માં...

શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ દ્વારા ૧૩ માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી

શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ શ્રી કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય તેમજ શ્રીસદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આજ રોજ ૧૩ માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ શ્રી કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય તેમજ શ્રીસદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજ રોજ ઋષિ પંચમીના અવસરે ૧૩ માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંગલાચરણ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રજવલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાવિદ્યાલયના ઋષિકુમાર દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાલયના પ્રધાન આચાર્ય ડૉ. દીપકભાઈ મહેતા એ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના પ્રતિનિધિ સ્વરૂપે ઉપસ્થિત નાથજી મહારાજ દ્વારા આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઋષિકુમારોને ઉત્સાહ વર્ધન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર સભાનું સંચાલન તેમજ આભાર દર્શન વિદ્યાલયના અધ્યાપક નયનભાઈ વાળાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!