મિત્રતા એક સુંદર બંધન છે જે કોઈ સંબંધમાં બંધાયેલું નથી. તે એક એવું બંધન છે જેને લોકો હંમેશા માટે વહાલ કરે છે, પછી ભલેને તેમની ઉંમર ગમે તે હોય. મૈત્રી દિનની ઉજવણી સાથે શ્રી કસ્તુરબા મહિલા મંડળ દ્વારા સેવાની સરવાણી પ્રોજેક્ટ અંતર્ગત અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી કસ્તુરબા મહિલા મંડળ દ્વારા આવી રહેલા મૈત્રી દિનની ઉજવણી સાથે સેવાની સરવાણી પ્રોજેક્ટ અંતર્ગત અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે મિત્રોએ જોડીમાં ગુલાલ ભર્યા રંગભીના ગુલાબી માહોલમાં ગુલાબી રંગ સાથે પરફેક્ટ મેચિંગમાં મિત્રતાના ભાવને દર્શાવતી રજૂઆત કરવાની હતી.આ સાથે શ્રાવણ માસ નિમિત્તે સાબુદાણામાંથી બનતી વિવિધ વાનગીઓની હરીફાઈ રાખવામાં આવી હતી. તેમજ મિત્રતા અંગેની સરપ્રાઈઝ ગેમ પણ રાખવામાં આવી હતી. મિત્ર જોડીમાં સાત જોડીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ જોડી શ્રીમતી શીલાબેન ચોટાઈ અને ભાવના બા જેઠવા, બીજા ક્રમ ઉપર રૂપાબેન આડતીયા અને નયનાબેન સીમરીયા ,ત્રીજા ક્રમમાં ચોટાઇ ગીતાબેન અને નીરૂબેન રહ્યા હતા. જયારે સાબુદાણાની સુંદર સ્વાદિષ્ટ વાનગીઓમાં પંદર જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ મમતાબેન હાથી, દ્વિતીય ક્રમે હીનાબેન બાટવીયા, તૃતીય કુસુમબેન સલેટ અને ચોથા ક્રમે ઉષાબેન મોનાણીને ઈનામો આપવામાં આવ્યા હતા. તેમજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સેવાની સરવાણી પ્રોજેક્ટ અંતર્ગત હોશિયાર પણ જરૂરત મંદ એવી પાંચ દીકરીઓને વિદેશી દાતાઓના સહયોગથી રૂ.50,000 જેવી માતબર રકમની શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ સુભાષનગર પ્રાથમિક શાળા અને ઝુંડાળા પ્રાથમિક શાળાની ધોરણ 8 ની કુલ 80 વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી પેડ્સ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પર્યાવરણ જાળવણી અને પર્યાવરણના હેતુને સાર્થક કરતા ગુલાબના કુંડાઓનું વિતરણ નીતાબેન વોરાના સહયોગથી કરવામાં આવ્યું હતું. તમામ સભ્યોને ફ્રેન્ડશીપ ડે નિમિતના ફ્રેન્ડશીપ બેલ્ટ પ્રમુખ મીનાબેન શિંગાળા તરફથી આપવામાં આવ્યા હતા. તેમજ સંસ્થા તરફથી જૂન અને જુલાઈમાં જે સભ્યોનો જન્મદિવસ આવતા હતા. તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સભાનું સુંદર સંચાલન ઇલાબેન ઠક્કરે કર્યું હતું. જયારે મહિલા મંડળ પ્રમુખ મીનાબેન શિંગાળાના માર્ગદર્શન હેઠળ કસ્તુરબા કમિટી સભ્યો પન્નાબેન મદલાણી, કિરણબેન કક્કડ, હીનાબેન લાખાણી, યામીનીબેન ધામેચા, ઉષાબેન કક્ક્ડ, રશ્મિબેન ચૌહાણએ પોતાનો ઉત્તમ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમને કસ્તુરબા મહિલા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ડો.સુરેખાબેન શાહ, શાંતાબેન ઓડેદરા, જ્યોતિબેન બોખીરીયા, હર્ષાબેન રાયચુરાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.