લાતી પ્લોટના લીમડા વાળા મામાદેવ તથા આઇશ્રી આંબલી વાળા ખોડિયાર માતાજી તથા શ્રી પીરડાડા ના સાનિધ્યમાં આગામી તા. 15 એપ્રિલનો શનિવારે શ્રી લીમડા વાળા મામાદેવ તૃતિય પાટોત્સવ નિમિતે “વિર પુરૂષ યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું છે.
લીમડા વાળા મામાદેવ ગ્રુપ – મોરબીના જણાવ્યા અનુસાર, શ્રી લાતી પ્લોટના લીમડા વાળા મામાદેવ તથા આઇશ્રી આંબલી વાળા ખોડિયાર માતાજી તથા શ્રી પીરડાડાના સાનિધ્યમાં વિક્રમ સંવત ૨૦૭૯ ચૈત્ર વદ – ૧૦ને શનિવારે તા. ૧૫/૦૪/૨૦૨૩ના શુભ દિવસે શ્રી લીમડા વાળા મામાદેવનો “વિર પુરૂષ યજ્ઞ” નું આયોજન કરેલ છે. જેમાં સવારે શુભ ચોઘડિયે શ્રી મામાદેવનો વિર પુરૂષ યજ્ઞ, બપોરે ૩:૧૫ કલાકે શ્રી મામાદેવની ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા, સાંજે ૭:૧૫ કલાકે શ્રી મામાદેવની મહા આરતી તથા શ્રી લીમડાવાળા મામાદેવનો મહાપ્રસાદનું સાંજે ૭:૪૫ કલાકે આયોજન ૬-લાતી પ્લોટ, મુનનગર, પટેલ ટ્રાન્સપોર્ટ પાસે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં શોભાયાત્રા શ્રી લાતી પ્લોટના લીમડા વાળા મામાદેવનાં મંદિરથી પ્રસ્થાન થઈ જુના બસ સ્ટેન્ડ, નહેરૂ ગેઇટ, ગાંધી ચોક, વિશાલ સ્ટોર, શ્રી લીમડા વાળા મામાના મંદિરે પૂર્ણ થશે. શ્રી ભદ્રકાળી માતાજી તથા શ્રી લીમડા વાળા મામાદેવના ભુવા શ્રી કૌશિકભાઇ પી. રાણપરા પણ આ તકે ઉપસ્થિત રહેશે, ત્યારે મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા લીમડા વાળા મામાદેવ ગ્રુપ – મોરબી દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.