Tuesday, November 19, 2024
HomeGujaratસુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે શ્રી રાજપૂત કરણી સેના હળવદ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે શ્રી રાજપૂત કરણી સેના હળવદ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ

રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈને હળવદ મામલતદારને શ્રી રાજપૂત કરણી સેનાએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાથી આખા દેશના રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. ત્યારે હળવદ રાજપૂત કરણી સેના દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમણે દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહની નિર્મમ હત્યા ખુબ જ ચિંતાજનક છે. સતત આવી ઘટનાઓ બની રહી છે. શાસન અને પ્રશાસને આવી ગંભીર ઘટનાઓ બાબતે કોઈ કડક કાર્યવાહી કરી નથી. જેથી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, દોષીતોને કડક સજા થાય અને રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાના તથા કરણી સેનાના પ્રમુખ નેતાઓને સારી સુરક્ષા આપવામાં આવે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં રાજપૂત સમાજના અગ્રણીઓને નિશાન બનાવીને તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે. જે રાજપૂત સમાજ સાખી લેશે નહીં. જો આમ જ ચાલતુ રહેશે તો આવતા દિવસોમાં નાછુટકે અમારા સમાજને અયોગ્ય માર્ગે ચાલવા પર મજબૂર કરવો પડશે. આવનારા સમયમાં આવી અન્ય ઘટનાઓ ના બને એવી અમે રાજપૂત કરણી સેના હળવદ તાલુકા અને ગુજરાત પ્રદેશ રાજપૂત કરણી સેના દ્વારા માંગ કરી હતી.

આ તકે હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિયસમાજના પ્રમુખ ઝાલા સુખદેવસિહ માથક, ધર્મેન્દ્રસિંહ ઝાલા ધનાળા, ઈદુભા ઝાલા હળવદ, કરણીસેના પ્રમુખ વિરપાલસિહ ઢવાણા, શ્રી રાજપુત કરણીસેના સોશ્યલ મીડિયા ઈનચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ જીલ્લા કરણીસેના ઉપપ્રમુખ સિધ્ધરાજસિહ ઝાલા કિડી,હળવદ કરણીસેના પ્રભારી મહિપાલસિહ શિરોઈ, કરણીસેના ઉપપ્રમુખ કુલદીપસિંહ એંજાર દરેક ક્ષત્રિયસમાજના ના સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યું હતું.મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાનીના નારા લગાવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!