Thursday, May 9, 2024
HomeGujaratમોરબીમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ ચાર વર્ષની બાળકીનો જીવ લીધો:ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ...

મોરબીમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ ચાર વર્ષની બાળકીનો જીવ લીધો:ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના આમરણ જોડિયા રોડ પર ટ્રેક્ટર ચાલકે ઘોર બેદરકારી ભરી રીતે કાંઇપણ જોયા વગર અને બેદરકારી ટ્રેક્ટર ચલાવી બાળકીને કચડી નાખતા તેનું મોત નીપજ્યું હતું.જે સમગ્ર મામલે ટ્રેક્ટર ચાલક વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં આમરણ ટાટા-નગર હરીભાઇ પટેલના મકાનમા રહેતા મૂળ એમ.પી. નાં નેપાલભાઇ સુનિલભાઇ વસુમીયા નામના યુવકની ચાર વર્ષીય દીકરી શિવાની મોરબી તાલુકાના આમરણથી જોડીયા તરફ જતા રોડ ઉપર મેલડીમાતાજીના મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામા રમતી હતી. ત્યારે GJ-36-L-3085 નંબરના ટ્રેકટરના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રેકટર કાંઇપણ જોયા વગર અને બેદરકારીથી ચલાવી બાળકીને હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજા પોહંચાડતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતક બાળકીના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!