શ્રી રાજપુત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે મોરબીના કે.ડી જાડેજાની નિમણુંક કરાતા મોરબી ક્ષત્રિય સમાજ અને ગુજરાત પ્રદેશ શ્રી રાજપુત કરણી સેના દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શ્રી રાજપુત કરણી સેના પ્રદેશ ટીમનાં જણાવ્યા અનુસાર, શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રિય સંયોજક એવા પ્રવીણસિંહ ઝાલા (જુના સાદુરકા) અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વી.એશ જાડેજાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને ૧૫ વર્ષ જેઓએ સમાજ માટે તન મન અને ધનથી સેવા આપી છે અને મોરબી જિલ્લાના પથ દર્શક બની અને સમાજને એક નવી ઊંચાઈઓ સુધી પહોંચાડયો એવા વડીલ કે.ડી જાડેજાને ગુજરાત પ્રદેશના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. જે બદલ સમગ્ર મોરબી જિલ્લા કરણી સેના તેમજ મોરબી ક્ષત્રિય સમાજ અને ગુજરાત પ્રદેશ શ્રી રાજપુત કરણી સેના દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.