મોરબીના કિશનગઢ (સોખડા) ગામે ખાંભરા પરિવાર દ્વારા ખાંભરા પરિવારના કુળદેવી રવેચી માતાજીના મઢે આગામી ૫ ફેબ્રુઆરીએ રવેચી માતાજીનો નવરંગો માંડવો યોજવામાં આવશે. સાથે જ વિપુલભાઈ ખાંભરાની પુત્રી નવ્યા તથા પુત્ર નિવાનની કર વિધિ પણ યોજવામાં આવશે. આ નિમિત્તે પંચના ભુવા અને રાવળદેવ બાબુભાઈ મેપાભાઈ રાવળદેવ (મોરબી) ઉપસ્થિત રહેશે.
મોરબી કિશનગઢ (સોખડા) ગામે આગામી તા. 5 ફેબ્રુઆરીને બુધવારના રોજ ખાંભરા પરિવાર દ્વારા ખાંભરા પરિવારના કુળદેવી રવેચી માતાજીના મઢ ખાતે શ્રી રવેચી માતાજીનો નવરંગો માંડવાનું અને વિપુલભાઈની અમુભાઈ ખાંભવાની પુત્રી નવ્યા અને પુત્ર નિવાનની કર વિધિ વિક્રમ સવંત ૨૦૮૧ મહા સુદ ૮ ને ૦૫/૦૨/૨૦૨૫ ને બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થાંભલી રોપણ અને લટ લેવાનું મુહૂર્ત બુધવારે સવારે શુભ ચોઘડીએ તેમજ મહાપ્રસાદ બુધવારે સાંજે ૦૭:૦૦ વાગ્યે તેમજ થાંભલી વધાવવાનું ગુરુવારના રોજ સવારે શુભ ચોઘડિયે યોજવાના આવશે. જેમાં પંચના ભુવા તરિકે સવાભાઈ ભુરાભાઈ ખાંભરા (શ્રી રવેચી માતાજી), પોલાભાઈ સુખાભાઈ ખાંભરા (શ્રી રવેચી માતાજી), પ્રભાતભાઈ દાનાભાઈ ડાંગર (શ્રી ચામુંડા માતાજી), સવાભાઈ માંડણભાઈ સોનારા (શ્રી ખોડિયાર માતાજી) દિલીપભાઈ નારણભાઈ ધ્રાંગા (શ્રી ચામુંડા માતાજી) અને રાવળ દેવ તરીકે બાબુભાઈ મેપાભાઇ રાવળદેવ (મોરબી) ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમુભાઈ વાલાભાઈ ખાંભરા, ભરતભાઈ અમુભાઈ ખાંભરા અને વિપુલભાઈ અમુભાઈ ખાંભરા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.