મોરબીનાં ઝૂલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતની આત્માના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આગામી તા.૨૪/૧૦/૨૦૨૩ થી ૩૦/૧૦/૨૦૧૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, મોરબીમાં પુલ દુર્ઘટનાને એક વર્ષ પુર્ણ થવાનું હોય જે નિમિતે ૧૩૫ દિવંગોને આગામી તા.૨૪/૧૦/૨૦૨૩ થી ૩૦/૧૦/૨૦૧૩ દરમ્યાન ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સામાકાંઠે, મોરબી-૨, જુલતા પુલના સામાં છેડે મોરબીર મહાપ્રભુજીની બેઠકની બાજુમાં રાખેલ છે. આ ભાગવત સપ્તાહમાં પોથી યાત્રાનો સમય તા.૨૪/૧૦/ ૨૦૨૩ ના રોજ બપોરે ૨-૦૦ વાગ્યે અપ્તેશ્વર મહાદેવ મંદિરેથી કથા સ્થળે ધુન મંડળ સાથે પહોંચશે. તેમજ કથાનો સમય બપોરે ૩ થી ૬ નો રહેશે. જેના વકતા શ્રી રામધન આશ્રમના મહંત પ.પુ. શ્રી ભાવેશ્વરીબેન તથા શ્રી રતનબેનની મધુર વાણીથી કથાનો રસપાન કરાવશે. તો આ મોરબીની જાહેર જનતાને ભાગવત સપ્તાહ નિમિતે એક જરૂરી મીટીંગ રાખેલ છે. તો તેમાં સૌ જાહેર જનતા જોડાય તેવો કથાના આયોજક અજયભાઇ લાભુભાઇ વાઘાણી, જગદિશભાઇ ગંગારામભાઇ બાંભણીયા તથા રાજેશભાઇ વિષ્ણુપ્રસાદ દવે દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યો છે. તેમજ તા.૧૭/૧૦/૨૦૨૩ ને મંગળવારના રોજ સાંજે પ થી ૬ વાગ્યા દરમ્યાન જલારામ મંદિર અયોઘ્યો પુરી મેઇન રોડ ખાતે મીટીંગ રાખવામાં આવેલ છે. તો આ મીટીંગમાં બહોળી સંખ્યામાં હાજર રહેવા જાહેર જનતાને વિનંતી પણ કરાવામાં આવી છે. તેમજ તા.૩૦/૧૦/ ૨૦૨૩ ના રોજ કથા પુર્ણ થયા બાદ દિવ્ય આત્માઓને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવશે. તો આ ભાગવત સપ્તામાં આયોજકો દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, આ મીટીંગમાં તન, મન અને ધનથી બહોળી સંખ્યામાં હાજરી આપી સૌના આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં આવે.