Monday, November 25, 2024
HomeNewsમોરબીમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા કોરોના કાળમાં દીવંગતોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું...

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા કોરોના કાળમાં દીવંગતોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા ઐતિહાસિક હેતુ માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે જેમાં આ કથા કોરોના કાળમાં દિવંગત થયેલા લોકોના મોક્ષાર્થે યોજાવા જઈ રહી છે.

- Advertisement -
- Advertisement -
તા ૧૧/૦૯/૨૦૨૨ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે સામાકાંઠે ઉમા ટાઉનશિપ સ્થિત ઉમિયા માતાજીનાં મંદિરેથી શરૂ થનાર શોભયાત્રા આ રૂટ પ્રમાણે પ્રસ્થાન કરશે
તા ૧૧/૦૯/૨૦૨૨ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે સામાકાંઠે ઉમા ટાઉનશિપ સ્થિત ઉમિયા માતાજીનાં મંદિરેથી શરૂ થનાર શોભયાત્રા આ રૂટ પ્રમાણે પ્રસ્થાન કરશે

આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મોરબી માળીયા ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા યોજવામાં આવી રહી છે અને મોરબી ના શનાળા સ્થિત પટેલ વાડીમાં યોજાનાર આ કથાના વ્યાસપીઠ પર પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા બિરાજવાના છે તેમજ સપ્તાહનો એક અનોખો અને ઐતિહાસિક ધ્યેય છે જેમાં કોરોના કાળ દરમીયાન હજારો લોકો મૃત્યુ પામ્યા છે જેમાં મોરબીમાં પણ અનેક લોકોના મોત થયા હતા જેમના અંતિમસંસ્કાર પણ સમય સંજોગ અનુસાર વિધિવત થઈ શક્યા ન હતા અને ઘણા દિવંગતો ના સ્વજનો ને પોતાના સ્વર્ગવાસી સ્વજન માટે કંઈ ન કરી શકવાનો વસવસો રહી ગયો હતો જે ને દૂર કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોરોનાકાળમાં દિવંગત થયેલાના ફોટા મૂકીને વિધિ વિધાન પણ કરાવવામાં આવશે અને અત્યાર સુધીમાં મોરબી ના અલગ અલગ 52 જેટલા સમાજના દિવંગત ના ફોટા આવી ચુક્યા છે અને મોરબી માંથી જ ૧૦૦૦ જેટલા ફોટા આવવાની શક્યતા સેવાઇ રહી છે અને રોજ ૨૫૦૦૦ કરતા વધુ લોકો આ કથામાં બેસી શકે અને ભોજન પ્રસાદનો લાભ લઇ શકે તેવી વ્યાવસ્થાઓ કરવામાં આવી છે.તેમજ આ સપ્તાહમાં ફોટા મુકવા કે વિધિ વિધાન માટે કોઈ પણ ને ખર્ચ કરવાનો નથી સંપૂર્ણ સેવાની ભાવના સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!