અરવિંદભાઈ નારણભાઈ મકવાણા (બેલાવાળા )અને વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા (મોટા બેલાવાળા) દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવ મહાવદ ૬ તા.૦૧/૦૩/૨૦૨૪ શુક્રવારથી મહાવત ૧૨ તા.૦૭/૦૩/૨૦૨૪ સુધી યોજવામાં આવશે જે ભાગવત કથાનું રસપાન કરવા માટે તમામ આમંત્રણ પાઠવવામાં આવે છે…
અરવિંદભાઈ નારણભાઈ મકવાણા (બેલાવાળા )અને વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા (મોટા બેલાવાળા) દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે જ્ઞાન યજ્ઞની વ્યાસપીઠ પર મોરબીના કથાકાર પ. પૂ. નિખિલભાઈ જોષી પોતાનાં સ્વ. મુખે ભાગવત કથાનું સંગીતમય શૈલીથી રસપાન કરાવશે. કથામાં સમાવિષ્ટ દિવ્ય પ્રસંગોમાં તા. ૦૧/૦૩/૨૪ ના રોજ પોથી યાત્રા બપોરે ૦૧:૦૦ વાગ્યે વાવડી રોડ, ૧૨ જ્યોતિર્લિંગ મંદિરથી કથાના સ્થળ સુધી યોજાશે, તા. ૦૨ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે સતી ચરિત્ર અને રાત્રે ૯:૦૦ વાગ્યે સંત વાણી રાહુલ કડીવાલા, તા. ૦૩ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે નૃસિંહ પ્રાગટ્ય અને રાત્રે ૯:૦૦ વાગ્યે રાસની રમઝટ, તા. ૦૪ ના બપોરે ૪:૦૦ વાગ્યે વામન જન્મોત્સવ, ૬:૦૦ વાગ્યે રામ જન્મોત્સવ, ૭:૦૦ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ અને રાત્રે ૯:૦૦ વાગ્યે લોક સાહિત્ય કાર અનોપસિંહનો કાર્યક્રમ, તા. ૦૫ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે ગોવર્ધન લીલા, તા. ૦૬ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ, તા. ૦૭ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે સુદામા ચરિત્ર અને ત્યાર બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે. જે જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં ઉપસ્થિત રહેવા અરવિંદભાઈ નારણભાઈ મકવાણા અને વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.