Friday, May 30, 2025
HomeGujaratમોરબીમાં નવી સુવિધાઓ, વિશાળ જગ્યા સાથે રવિવારના રોજ શુભ હોસ્પિટલનો શુભારંભ

મોરબીમાં નવી સુવિધાઓ, વિશાળ જગ્યા સાથે રવિવારના રોજ શુભ હોસ્પિટલનો શુભારંભ

મોરબીના જાણીતા ડાયાબિટીસ અને ICU નિષ્ણાંત ડૉ. રાકેશ સરડવા અને ડૉ.દિવ્યેશ શેરસિયાની શુભ હોસ્પિટલ એન્ડ ICU ઝેરી અસર વિભાગનો તા. ૦૧/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ માતા પિતાના હસ્તે ઉદધાટન કરાવવામાં આવશે. જેમાં ઉપસ્થિત રહેવા ડોકટરો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ પ્રવીણ ટાઇલ્સ વાડી શેરી સરદાર બાગની બાજુમાં શુભ હૉસ્પિટલ એન્ડ ICU ઝેરી અસર વિભાગનો શુભ આરંભ કરવામાં આવશે.જેમાં ઉચ્ચ ટેકનોલોજી અને અતિ આધુનિક સાધનોથી સુસજ્જ હોસ્પિટલનો શુભારંભ તા. ૦૧/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૯ વાગ્યે તેમના માતા પિતાના હસ્તે કરાવવામાં આવશે. જેમાં ડાયાબિટીસ અને ICU નિષ્ણાંત ડૉ. રાકેશ એ સરડવા અને ડૉ.દિવ્યેશ ડી. શેરડીયા દ્વારા સેવા આપવામાં આવશે. જે હોસ્પિટલમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ, કોલેસ્ટ્રોલ, દરેક પ્રકારના તાવ ( ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ, દુધિયો તાવ ), લીવરની બીમારીઓ (કમળો), હદય અને વાલ્વની તકલીફ, શ્વાસની બીમારીઓ ( દમ, ટીબી, ન્યૂમોનિયા ), પેટના દુખાવા તેમજ રોગો, મગજની તકલીફ ( પેરાલિસિસ, સ્ટ્રોક), સર્પ દંશ, ઝેરી દવા અને પ્રસુતિ સમયમાં આવતા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ પ્રસુતિ પછીની ગંભીર સમસ્યા (કિડની ફેઇલીયર) સહિતની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે… તેમજ દર્દીઓ માટે જનરલ રૂમ, સ્પેશયલ રૂમ તેમજ ડીલકસ રૂમની સુવિધા તેમજ ફૂલ બોડી ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!