રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગવાની દુઃખદ ઘટના બની છે. જેમાં અનેક પરિવારજનોએ પોતાના માસૂમ બાળકોને ખોયા છે. જેને લઈ મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા તેમજ યુવાનો દ્વારા દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ગત શનિવારે રાજકોટના નાના મવા સ્થિત TRP ગેમ ઝોનમાં પ્રચંડ આગ લાગી હતી. જેમાં 28 લોકોના કરૂણ મૃત્યુ થયાં છે. આ ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખામાં ચકચાર મચી ગયો છે. ત્યારે મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા તેમજ યુવાનો દ્વારા મોરબીના રવાપર ચોકડી નજીક કઠા થઈને રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ આ દુર્ઘટનાના જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.