Wednesday, January 15, 2025
HomeGujaratઅમરનાથમાં ફસાયેલા હળવદના ચારેય યુવાનો સહી સલામત:વિડિયો બનાવી આપવીતી વર્ણવી

અમરનાથમાં ફસાયેલા હળવદના ચારેય યુવાનો સહી સલામત:વિડિયો બનાવી આપવીતી વર્ણવી

ચાર મિત્રો બાલતાલ બેઝ કેમ્પમાં સહી સલામત હોય ટ્રેન કે હવાઈ માર્ગે હળવદ પરત આવે તેવી માહિતી આપતા પરિવારજનોને રાહત

- Advertisement -
- Advertisement -

અમરનાથ યાત્રામાં ભયંકર હોનારતના પગલે હળવદના ચાર યુવાનો ફસાઈ ગયા હતા અને એકબીજાથી પણ વિખુટા પડી ગયા હતા. દરમિયાન આ ચારેય યુવાનો સહી સલામત છે અને ચાર મિત્રો બાલતાલ બેઝ કેમ્પમાં સહી સલામત હોય ટ્રેન કે હવાઈ માર્ગે હળવદ પરત આવે તેવી માહિતી આપતા પરિવારજનોને રાહત થઈ છે.

હળવદના ચાર મિત્રો શામજીભાઈ વશરામભાઇ ભરવાડ, પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા, પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયયા, નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ગત તા.3ના રોજ અમરનાથ યાત્રાએ ગયા હતા. દરમિયાન અમરનાથ યાત્રા પર કુદરતે કહેર વર્તાવ્યો હતો.અમરનાથ ગુફા પાસે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક યાત્રાળુ ફસાયા હતા. જેમાં હળવદના ચાર મિત્રો પણ અમરનાથ યાત્રામાં ફસાયા હતા. પહેલા સંપર્ક ન થતા હળવદ રહેતા તેમના પરિવારજનો ચિંતિત થઈ ગયા હતા. ત્યારે ચાર મિત્રો બાલતાલ બેઝ કેમ્પમાં સહી સલામત હોવાની માહિતી મળતા પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ ચારેય યુવાનો વહેલીતકે હળવદ પરત આવવા રવાના થાય તેવી પણ માહિતી મળી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!