આજે રેન્જ આઈજીના ભવ્ય લોકદરબાર વચ્ચે ફરી તોડકાંડનો મુદ્દો ઉછળ્યો : એક દસકા પહેલા પણ મોરબીમાં આવા તોડકાંડ ચર્ચામાં આવ્યા હતા
મોરબીમાં આજે રેન્જ આઇજીનો લોકદરબાર યોજાયો હતો જેમાં આશરે ૩૦૦ થી વધુ લોકો જોડાયા હતા અને વ્યાજંક વાદ સામે કાર્યવાહી કરવા પોલીસે કમર કસી લીધી હતી એક લેન્ડ ગ્રેબીંગ અને અન્ય વ્યાજ મળી કુલ 14 ફરિયાદો એટ ધ ટાઈમ પોલીસે નોધી હતી સાથે સાથે તાત્કાલિક નાં ધોરણે ૨૬ આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા સાથે જ વ્યાજ સામે હેરાન થતા પરિજનોને પણ આગળ આવવા પોલીસ દ્વારા અપીલ આપવામાં આવી છે અને મોરબીના નજીકના પોલીસ મથક અને કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ લોકદરબાર દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા તોડ કાંડ મામલે પણ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા આજે બંડ પોકાર્યું હતું જેમાં એક દસકા પહેલા પણ આવી જ તોડકાંડની ચર્ચાઓ જોરશોરથી ઉપડી હતી અને આજે ફરી મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી તોડકાંડ ચર્ચાઓમાં આજે કાંતિ અમૃતિયાએ રૂપલલના મોકલી અને વિડિયો ફોટો પાડી બ્લેક મેઇલ કરતી ગેંગ સામે બંડ પોકાર્યું છે અને આવા કોઈ તત્વોનો કોઈ વ્યક્તિઓ શિકાર બન્યા હોય તેવા વ્યક્તિઓ સામે આવે જેથી આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી શકે તેવી અપીલ કરી છે ઉલ્લેખનિય છે કે ગત દિવસે અમદાવાદ માં પણ નવરંગપુરા માં યુવતીએ પોતે મોરબીની હોવાનું જણાવી અને 2.5 કરોડ થી વધુનો તોડ કર્યા ની ફરિયાદ નોંધાવાઈ છે જેમાં યુવતીએ વિડિયો કોલ મારફતે વૃદ્ધને ફસાવ્યા હતા અને બાદમાં પરિજનોએ યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેમ કહી ઈલાજનાં નામે ૮૦ લાખ અને બાદમાં કટકે કટકે બે કરોડથી વધુ ની રકમ પડાવી હતી પોલીસે આં ગુનામાં ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી જુદા જુદા તોડ કાંડની ચર્ચાઓ ચાલી રહી છે જેમાં આજે મોરબી નાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ યથા યોગ્ય કરવા માટે પણ કમર કસી લીધી છે .જેથી આગામી સમયમાં આ તોડકાન્ડ કોણે કર્યો હતો અને કોનાં દ્વારા આચરવામાં આવ્યો હતો તેનું પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે કેમ કે સત્યને દબાવી શકાય દફનાવી નાં શકાય આં ઉકિત મુજબ મોરબીમાં આવા અનેક કાંડ ભૂતકાળમાં પણ થઈ ચૂક્યા છે ત્યારે ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ પર આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ કાર્યવાહી કરવાનું જણાવી ફૂલ સ્ટોપ મૂકી દીધું છે જે અત્યંત જરૂરી અને અનિવાર્ય હતું.