મોરબીના શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિરના રજત જયંતિ મહોત્સવ તા. ૬ થી ૧૨ માર્ચ ૨૦૨૫ બપોરના ૩ થી ૬ અને રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી કથા યોજવામાં આવશે. જેમાં પ.પુ. સદગુરુ પ્રેમ પ્રકાશ દાસજી ઉપસ્થિત રહેશે. જેમાં ગઈ કાલે ભવ્ય અન્નકુટ દર્શન યોજાયો હતો. જેમાં ૨૫ કિલો લાડુ અને ૨૫ કિલોની કેક બનાવવામાં આવી હતી.
મોરબીના શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિરના રજત જયંતિ મહોત્સવ તા. ૬ થી ૧૨ માર્ચ ૨૦૨૫ બપોરના ૩ થી ૬ અને રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી કથા યોજવામાં આવશે. જેમાં પ.પુ. સદગુરુ પ્રેમ પ્રકાશ દાસજી ઉપસ્થિત રહેશે. જેમાં ૧૦૦૮ પોથી યાત્રા, શ્રી મદ સત્સંગિજીવન કથા પારાયણ, ૧૦૦૮ વાનગીઓ અન્નકૂટ, શ્રી હરિયાગ યજ્ઞ, મહામંત્ર ધુન, શાકોત્સવ, રાજોપચાર પૂજન, મેડિકલ કેમ્પ, મહિલા મંચ સહિતના ઉત્સવમાં કાર્યક્રમ યોજવામાં આવશે. તેમજ આજે કથા સ્થળે ૩૫૦૦ વાનગીઓ વિશાળ અન્નકૂટ, બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાયો હતો. આ અન્નકૂટમાં ફળ, શાકભાજી, મુખવાસ, ડ્રાયફ્રુટ, ફરસાણ ને ૨૫ કિલો ચૂરમાનો લાડુ, ૨૫ કિલોની કેક, ૫ કિલોની ચોખાનો ગોવર્ધન પર્વત સહિત કુલ ૩૫૦૦ વાનગીઓ અન્નકૂટ દર્શનમાં મૂકવામાં આવી હતી.