Thursday, October 10, 2024
HomeGujaratમોરબીના ભરતનગર નજીક સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ૮૦ બેડની સુવિધા વાળું કોરોના કેર...

મોરબીના ભરતનગર નજીક સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ૮૦ બેડની સુવિધા વાળું કોરોના કેર સેન્ટરનો આવતીકાલથી પ્રારંભ

મોરબીમાં કોરોના કેસોનો દિનપ્રતદિન વધી રહ્યા છે અને હોસ્પિટલમાં બેડની અછત વર્તાઈ રહી છે ત્યારે મોરબીમાં સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે તા. ૧૫ થી ભરતવન ફાર્મ, ભરતનગર, કંડલા હાઈવે મોરબી ખાતે સીમ્પોલો કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવશે જેમાં ૮૦ બેડની સુવિધા રહેશે આ કોરોના કેર સેન્ટરમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ૨૪ કલાક હાજરી રહેશે અને તમામ જ્ઞાતિના લોકોને સેવા મળી રહેશે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે સેન્ટરમાં ચકાસણી માટે સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૬ કલાકે આવી શકશે કોરોના કેર સેન્ટરમાં ભોજન તેમજ નાસ્તો અને જ્યુસની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે. અહી દાખલ થવા માંગતા દર્દીનું આધારકાર્ડ, દર્દીને મુકવા આવનારનું આધારકાર્ડ, દર્દીનો પોઝીટીવ રીપોર્ટ અથવા સીટી સ્કેન રીપોર્ટ, કોવીડ પ્રોફાઈલ રીપોર્ટ, અગાઉ ડોક્ટરને બતાવેલ હોય તે કાગળો, તેમજ જરૂરી કપડા, ટુવાલ, કાયમી ચાલુ હોય તે દવાઓ અને ઓઢવા માટે ચાદર અને ઓછાળ લઈને આવવાના રહેશે દર્દીઓને જરૂરી દવાઓ નિશુલ્ક આપવામાં આવશે હેલ્પલાઈન નંબર ૭૨૨૮૯ ૨૨૨૨૨ પર સંપર્ક કરી શકાશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!