રાજકોટ DGGI રીજીયોનલ યુનિટ દ્વારા થોડા સમય એક હજાર કરોડ બોગસ ઇ વે બિલનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની તપાસ હવે મોરબીના સિરામિક એકમો સુધી પહોંચી છે જેમાં ગતરોજ અચાનક રાજકોટ અમદાવાદના અધિકારીઓના કાફલા દ્વારા મોરબીના છ જેટલા યુનીટોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઓગસ્ટ ઈ વે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાની જીએસટી ચોરી કૌભાંડ સામે આવ્યું હતું જેની તપાસમાં અગાઉ એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક શખ્સ નાસતો ફરે છે. તે કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે DGGI ની ટીમ દ્વારા ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી. તેવામાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં હવે DGGI કોઈ તપાસ હાથ નહીં ધરે તેમ GST ચોરોને લાગી રહ્યું હતું. ત્યારે બુધવારના બપોર બાદ રાજકોટ અને અમદાવાદના સ્ટાફ દ્વારા મોરબીમાં એકીસાથે ૬ સિરામીક એકમો લેમોરેક્ષ ગ્રેનીટો, લોવેલ સિરામિક, લિયોના સિરામિક, મોન્ઝો સિરામિક સહિતની ફેકટરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને તમામ યુનિટો માં ડોક્યુમેન્ટ ની ચકાસણી, ટ્રાન્સપોર્ટ ની બિલ્ટી, ખરીદ – વેચાણના વ્યવહારો, નાણાકીય વ્યવહાર, આંગડિયા થી કરવામાં આવેલ વ્યવહાર અને બોગસ ઇ વે બિલના આધારે કેટલું વેચાણ કરવામાં આવ્યું છે. તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. એકાએક DGGI દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરતાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે.