આધુનિકતાના આ યુગમાં જ્યાં પાર્ટીપ્લોટના ગરબાનું ચલણ વધી રહ્યું છે, ત્યાં મોરબીની સંસ્કાર રેસિડેન્સીના રહીશો પ્રાચીન પરંપરાને જીવંત રાખી રહ્યા છે.
મોરબીની સંસ્કાર રેસિડેન્સી ક્રિષ્ના સ્કૂલ શેરીની પ્રાચીન નવરાત્રિમાં દરરોજ માતા-બહેનો ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. ક્રિષ્ના સ્કૂલ શેરીમાં આવેલ સંસ્કાર રેસીડેન્સીમાં નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબીમાં રાસ ગરબાની રમઝટ જામે છે. ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં માતા-બહેનો ગરબે ઘૂમી કરી માં જગદંબાની આરાધના કરે છે…