મોરબી સીરામીક ઉદ્યોગકારો ના અલગ અલગ રાજ્યોમાં બે હજાર કરોડ કરતા વધુ રૂપિયા ફસાયેલા છે જેને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને પણ રજૂઆત કરાઈ હતી જેને ધ્યાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબી ની મુલાકાત વખતે આવા ફ્રોડ ના બનાવો ની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ બનાવવાની જાહેરાત કરી હતી.
જે બાદ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે જેમાં એક ડીવાયએસપી,મોરબી એલસીબી પીઆઈ,રાજકોટ સાયબર ક્રાઈમ પીઆઈ,બે પીએસઆઈ અને આઠ પોલીસ કોન્સ્ટેબલ ની નિમણુંક કરવામાં આવી છે અને આ ટીમ દ્વારા સીરામીક ઉદ્યોગકારો સાથે અગાઉ થયેક ફ્રોડ ના બનાવો ની તપાસ હાથ ધરવામાં આવશે.