મોરબીના ચકચારી પગારકાંડ મામલે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ પાંચેય આરોપીઓનાં આજદિન સુધી એટલે કે, તા.૧ ડિસેમ્બર સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
જે રિમાન્ડ આજે પૂર્ણ થતા તેઓને ફરી કોર્ટમાં રજુ કરાયા હતા. ત્યારે આજે કોર્ટ દ્વારા તમામ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ,ઓમ પટેલ,રાજ પટેલ,પરીક્ષિત ભગલાણી,પ્રીત વડ્સોલા અને ક્રિશ મેરજાને જેલ હવાલે કરવા હુકમ આપ્યો હતો.જે બાદ પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી ને તમામ આરોપીઓને મોરબી સબ જેલ ખાતે સોંપવામાં આવ્યા હતા.