મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે લીલાપર રોડ ખડીયાવાસમાં આવેલ આરોપી ભરતભાઇ વાસુરભાઈ જારીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં દરોડા દરમિયાન પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ મેગડોનલ ઓરીજીનલ બ્લેન્ડેડ વ્હિસ્કીની ૬ બોટલ કિ.રૂ.૩,૩૭૨/- ઝડપી લીધી હતી. જ્યારે આરોપી ભરતભાઇ જારીયા રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા, તેને પોલીસે ફરાર દર્શાવી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









