હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના સુંદરગઢ ગામે રેઇડ કરી જાગેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ૬ જુગારીને દબોચી લેવામાં આવ્યા હતા.
હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. અજીતસિંહ.એન.સીસોદીયા તથા સાથેની પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. સાગરભાઇ કુરીયા તથા પો.કોન્સ. વનરાજસિંહ રાઠોડને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સુંદરગઢ ગામે જુગાર અંગે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે રેઇડ દરમિયાન જુગાર રમતા કુલ છ જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં જેરામભાઇ મેરાભાઇ ચરમારી રહે.નવા સુંદરગઢ તા.હળવદ, કુકાભાઇ ગોરધનભાઇ ચરમારી રહે.નવા સુંદરગઢ તા.હળવદ, મુકેશભાઇ ભીખાભાઇ લોલાડીયા રહે.શીરોઇ તા.હળવદ, ધારાભાઇ દેવશીભાઇ રાતડીયા રહે.કડીયાણા તા.હળવદ, મહેશભાઇ બાલાભાઇ જીંજવાડીયા રહે.પાંડાતીરથ તા.હળવદ તથા મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઇ પાટડીયા રહે.સુંદરગઢ તા.હળવદ વાળાને રોકડા રૂ.૩૧,૬૨૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી, તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.