હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં વાડીના શેઢે ઝાડ નીચે જુગારની મહેફિલ માંડી બેઠેલ ૬ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં હળવદ પોલીસને મળેલ બાતમીને આધારે રાયસંગપર ગામની સીમમાં સાવડા નામે ઓળખાતી સીમમાં પરષોત્તમભાઈ દલવાડીની વાડીના શેઢે રેઇડ કરતા ત્યાં લીમડાના ઝાડ નીચે ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા હમીરભાઇ મેરૂભાઇ ચૌહાણ ઉવ.૫૦, નટવરભાઇ ઉર્ફે ટાબાભાઇ કાનાભાઇ ચાવડા ઉવ.૫૫, રમેશભાઈ કચરાભાઈ જાંબુકીયા ઉવ.૫૧, રવજીભાઇ ગોરધનભાઇ લોલાડીયા ઉવ.૫૦, રમેશભાઈ ઠાકરશીભાઈ ડાભી ઉવ.૪૦ તથા ધનજીભાઇ છગનભાઇ પરમાર ઉવ.૬૦ તમામ રહે.રાયસંગપર તા.હળવદ વાળાને રોકડા રૂપિયા ૧૨,૬૭૦/-સાથે પકડી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.