Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં બે સ્થળોએથી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં જુગારીઓ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા કુલ 6 શકુનિઓને પકડી પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસઈ ટીમ દ્વારા નાની બજાર વિશ્વકર્મા મંદીર પાસે આવેલ એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયાનાં રહેણાંક મકાનમાં રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પર ગંજીપતાના પાના અને પૈસા વતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમાડતા એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા, કિશનભાઇ દીલીપભાઇ કાનાબાર, સુલતાનભાઇ રજાકભાઇ સીપાઇ તથા મુનીરઅહેમદ રજાકભાઇ કાસમાણી કુલ રોકડા રૂ-૫૨,૦૨૦/- ના મુદામાલ સાથે ઝડપાતા પોલીસે તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીનાં આધારે નગલપર ગામના ઝાંપા પાસે નાગપર થી થોરાળા જવાના રસ્તે રેઈડ કરી  સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા હસમુખભાઇ દેવજીભાઇ મકવાણા તથા ધિરૂભાઇ વાલાભાઇ જખાણીયાને રોકડા રૂ.૧૨,૨૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!