મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડીવીજન પોલીસ દ્વારા ઉમીયાનગરમાંથી જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીજન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તેદરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મોરબી-ર ઉમીયાનગર હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે પર રેઈડ કરી સ્થળ પરથી વિનોદભાઈ મોહનભાઇ જાદવ, જીવણભાઇ બાવજીભાઇ ચાવડા, અરૂણભાઇ છનાભાઇ પરમાર, ભરતભાઈ ડાયાભાઇ ચાવડા, ખેંગારભાઇ વશરામભાઇ પરમાર તથા પ્રવિણભાઇ નાનજીભાઇ ચાવડા નામના ૬ આરોપીઓને રોકડા રૂ.૧૫,૦૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.