મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર ત્રાટકી મોરબી એલસીબીની ટીમે જુગારીઓના રંગમા ભંગ પડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને પોલીસે દબોચી લઈ ૬,૦૭,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ ફલોરા હાઉસના બંગલામાં જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને કાને વાત પડી હતી જેમા મોરબીના અવની ચોકડી ખાતે અવધ પેલેસમાં રહેતો આરોપી કલ્પેશભાઇ લાલજીભાઇ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું જે બાતમીને લઈને પોલીસે રેઇડ કરતા આરોપી કલ્પેશભાઇ લાલજીભાઇ પટેલ, કલ્પેશભાઇ કાંનજીભાઇ પટેલ, દિપેશભાઇ ઉર્ફે દિપક ઉર્ફે હોઠારો ગણેશભાઇ પટેલ, પ્રભુલાલ માવજીભાઇ પટેલ, જયંતીલાલ ગાંડુભાઇ પટેલ, જીવરાજભાઇ મેઘજીભાઇ પટેલ (રહે.બધા મોરબી) વાળાઓને રોકડ રૂ .૬,૦૭,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેઇડ જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચનાથી પીઆઇ વી.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા , નિરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, રણવીરસિંહ જાડેજા તથા દશરથસિંહ રણજીતસિંહ ચાવડા સહિતના જોડાયા હતા.