Thursday, September 19, 2024
HomeGujaratમાળીયા (મી)નાં જુના ઘાંટીલા ગામની કોઠારીયા સીમમાથી જુગાર રમતા છ ઝડપાયા

માળીયા (મી)નાં જુના ઘાંટીલા ગામની કોઠારીયા સીમમાથી જુગાર રમતા છ ઝડપાયા

શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. ત્યારે માળીયા (મી) તાલુકાના જુના ઘાંટીલા ગામની કોઠારીયા સીમમા જાહેરમા ટોર્ચ બતીના અંજવાળે જુગાર રમતા છ ઇસમોને માળીયા મી. પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમી આધારે માળીયા મીં. પોલીસ સ્ટેશન વિસ્તારના જુના ઘાંટીલા ગામની કોઠારીયા સીમમા રેઈડ કરી જાહેરમા ટોર્ચ બતીના અંજવાળે જુગાર રમતા અરવીંદભાઇ વીરજીભાઇ ધોરકડીયા, નવઘણભાઇ ચંદુભાઇ અગેચણીયા, કિશોરભાઇ ખોડાભાઇ ઉપાસરીયા, રાજેશભાઇ પ્રેમજીભાઇ ધોરકડીયા, પ્રવીણભાઇ લખમણભાઇ ધોરકડીયા તથા પોલજીભાઇ વેરશીભાઇ ધોરકડીયા નામના ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા ૧૭૭૫૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!