Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીના ઇન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબીના ઇન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબીના દેશી વિદેશી દારૂ વેચતા અને જુગાર રમતા લોકો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે ઇન્દીરાનગર સનવલ્ડ સીરામીક પાછળના ભાગે રેઇડ કરી છ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી પત્તાની બાજી લગાવતા બનુભાઇ વાલજીભાઇ વિઠ્ઠલાપરા (રહે.ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે મોરબી-૨), સુખાભાઇ અમરશીભાઇ દેથરીયા (રહે. ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે મોરબી-૨), કાનજીભાઇ અમરશીભાઇ દેથરીયા (રહે. ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે મોરબી-૨), અજયભાઇ વીક્રમભાઇ માનેવાડીયા (રહે. ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે મોરબી-૨), હર્ષદભાઇ મનશુખભાઇ માનેવાડીયા (રહે. ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે મોરબી-૨) તથા સુભાષભાઇ ગોવીંદભાઇ ઝીંઝવાડીયા (રહે. ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે મોરબી-૨) નામના કુલ છ જુગારીઓને પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી રોકડા રકમ રૂ-૫૩૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!