મોરબીના ગ્રીનચોક નજીક આવેલ કડીયા શેરીમાં સીટી એ ડિવિઝન પોલીસે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમી રહેલા છ ઇસમોની રોકડા રૂ. ૧૦,૮૦૦/- સાથે અટક કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગ્રીનચોક પાસે આવેલ કડીયા શેરીમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પ્રકાશભાઈ ચંદુભાઈ બુધ્ધદેવ ઉવ.૫૬ રહે.મોરબી સુથાર શેરી ગ્રીનચોક, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડીયા ઉવ.૪૫ રહે.મોરબી ઇદમસ્જીદરોડ ઘાંચીશેરી, વનરાજસિંહ બાલુભા જાડેજા ઉવ.૪૫ રહે.પખાલી શેરી ગ્રીનચોક મોરબી, પ્રફુલભાઈ ભીખાભાઈ રાવ ઉવ.૫૫ રહે.મોરબી અશોકાલયના ઢાળપાસે હોન્ડાના શો રૂમની પાછળ, પ્રવીણભાઈ ઝવેરચંદભાઈ મહેતા ઉવ.૬૬ રહે.મોરબી ગ્રીનચોક દફતરી શેરી, તથા નાનજીભાઈ ભગવાનજીભાઈ ગાંગાણી ઉવ.૬૩ રહે.મોરબી ગ્રીન ચોક નજીક કડીયા શેરીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૧૦,૮૦૦/- જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.