Thursday, January 16, 2025
HomeGujaratમોરબીમાં ત્રણ સ્થળોએથી દારૂ-બીયર ટીન સાથે છ ઝડપાયા

મોરબીમાં ત્રણ સ્થળોએથી દારૂ-બીયર ટીન સાથે છ ઝડપાયા

મોરબીમાં દેશી-વિદેશી દારૂ-બીયરના ટીન ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી દેશી-વિદેશી દારૂ-બીયરના ટીન સાથે છ ઈસમોને પકડી પાડ્યા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી શકતશનાળા જી.આઇ.ડી.સી પાછળ વોકળાના કાંઠે રેઈડ કરી GJ-36-AE-8664 નંબરની તથા GJ-36-AE-5655 નંબરની બે એકસેસ મોટર સાઈકલમા દેશીદારૂના ૫ બાચકામાં રૂ.૫૦૦૦/-ની કિંમતનો ૨૫૦ દેશીદારૂનો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી હેરફેર કરતા કુલ રૂ.૧,૦૫૦૦૦/-ના મુદ્દમાલ સાથે રાજદીપસિંહ ઉર્ફે અગ્ની મહેન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ મોહનસિંહ ઝાલા, રવીરાજસિંહ કિશોરસિંહ જાડેજા તથા સંજયભાઇ મનસુખભાઇ ગૌસ્વામીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબીનાં વીશીપરા મેઇન રોડ હન્ટર કોલેજ સામે રોડ ઉપર રેઈડ કરી કલ્પેશભાઇ કાંતીભાઇ મકવાણા (રહે.મોરબી-૨ રામક્રુષ્ણનગર કુળદેવી પાન પાછળ એમ-૧૪ મા) નામના શખ્સને કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમના બીયરનાં ૨ ટીનનાં રૂ.૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, ટંકારા પોલીસની ટીમે ખિજડીયા ચોકડી પર વોચ ગોઠવી રાખી GJ10DE-9730 નંબરની મારૂતી સૂઝુકી કંપનીની ઇકકો ગાડીને રોકી તેમાંથી MCDOWELLS-NO-1 કલેકશન વ્હીસ્કીની રૂ.૫૭,૬૦૦/-ની ૧૯૨ બોટલોનો મુદ્દામાલ કબ્જે કરી તથા મારૂતી સૂઝુકી કંપનીની ઇકકો ગાડી મળી કુલરૂ.૩,૫૭,૬૦૦/- ના પ્રોહી મુદામાલ સાથે મનદિપસીંહ કનકસિંહ જાડેજા નામના શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!