સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે અમદાવાદના બે ઇસમોને ગેર કાયદેસર ડ્રગ્સનો જથ્થો વેચવા જતાં પકડી પડ્યા છે. બંને ઈસમો શિવરંજની ચાર રસ્તાથી IIM ખાતે છૂટક વેચાણ કરવા જઈ રહ્યા છે તેવી બાતમીના આધારે સી.એન.જી. ઓટો રિક્ષાને હિંમતલાલ પાર્ક BRTS બસ સ્ટેન્ડ સામે નવા IIM ના કોર્ટની દીવાલ પાસે માતંગી એપાર્ટમેન્ટ ના ગલીના નાકે જાહેર રોડ પરથી કોર્ડન કરી બંને ઇસમોને રૂ. ૫,૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે બંને ઇસમોને પકડી સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી બંને આરોપીને નામદાર એડિશનલ ચીફ મેટ્રો કોર્ટે નં. ૨૩ ધી કાંટા અમદાવાદ ખાતે રજૂ કરતા ૬ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે….
વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્રારા રાજ્યમાં એન.ડી.પી.એસ. ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો ઉપર વોચ-તપાસ રાખી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કેસો શોધવા સુચના આપવામાં આવી હતી. તે અંતર્ગત નિર્લિપ્ત રાય, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ તેમજ કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ-ગાંજાની હેરાફેરી અંગે બાજ નજર રાખી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કેસો શોધવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને કામ સોંપવામાં આવ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી.રવિયા ને તા.૨૯/૦૪/૨૦૨૫ના રોજ બાતમી મળી કે, “એક સી.એન.જી. ઓટો રીક્ષા નં.GJ-01-TE-8011 માં મતીન ઉર્ફે ખાલુ મહેબુબ શેખ, રહે.પોપટીયાવાડ, દરીયાપુર, અમદાવાદ તથા તેનો મળતીયો શાહનવાઝ ઉર્ફે અંડા પઠાણ પોતાના કબ્જાની ઓટો રીક્ષામાં કેટલોક ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો રાખી શિવરંજની ચાર રસ્તાથી IIM (Indian Institutes of Management) ખાતે છુટક વેચાણ કરવા જઈ રહ્યો છે.” જે માહિતી આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ઇન્સ્પેકટર બી.એચ.રાઠોડની ટીમના માણસો અને બે સરકારી પંચો સાથે શિવરંજની થી IIM તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી બાતમી વાળી સી.એન.જી.ઓટો રીક્ષા આવતાં તેને હિંમતલાલ પાર્ક, BRTS બસ સ્ટેન્ડ સામે, નવા IIM ના કોટની દિવાલ પાસે માતંગી એપાર્ટમેન્ટની ગલીના નાકે જાહેર રોડ ઉપર કોર્ડન કરી ડ્રાઈવર શીટ ઉપર બેઠેલ શાહનવાઝખાન ઉર્ફે અંડા ઇમામખાન ઉર્ફે બબનભાઇ પઠાણ તેમજ રીક્ષાની પાછળની શીટમાં બેઠેલ મતીનમિયા ઉર્ફે ખાલુ મહેબુબમિયા ઉર્ફે ખાલુ શેખને પકડી પાડી, તેઓની અંગઝડતી કરતાં તેઓએ પહેરેલ પેન્ટ/લોવરના ખિસ્સામાંથી મેફેડ્રોન (Mephedrone) ડ્રગ્સ ૫૫ ગ્રામ અને ૦,૦૩૦ મીલી ગ્રામ કિંમત રૂ.૫,૫૦,૩૦૦/- નો મુદ્દામાલ તેમજ રોકડા રૂપિયા અને ૨ મોબાઈલ ફોન અને સી.એન.જી.ઓટો રીક્ષા વિગેરે મળી કુલ રૂ. ૬,૬૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, બન્ને આરોપીઓની તા.૩૦/૦૪/૨૦૨૫ના ૫:૦૦ વાગે અટક કરી પકડાયેલ આરોપીઓની પુછપરછમાં મેફેડ્રોન (Mephedrone) ડ્રગ્સનો જથ્થો અમદાવાદ ખાતે રહેતા બાદશાહ ખાન તથા અજમલ પાસેથી લીધેલ હોવાનું કબૂલ્યું હતું. જે બન્નેને વોન્ટેડ જાહેર કરી, સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે ગુ.ર.નં.૧૧૯૯૫૦૦૧૨૫૦૦૦૯/૨૦૨૫, ધી નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ-૧૯૮૫ ની કલમ-૮(સી), ૨(સી), ૨૯ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૧૧(૩)(૪) હેઠળ ગુનો તા.૩૦/૦૪/૨૦૨૫ના કલાક ૦૮:૩૦ વાગે દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જે ગુનાના બંને આરોપીને નામદાર એડિશનલ ચીફ મેટ્રો કોર્ટે નં.23 ,ઘી કાંટા, અમદાવાદ ખાતે રજૂ કરતા કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે..