મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ગામમાં બે અલગ અલગ સ્થળે રેઇડ કરવામાં આવી હતી, જેમાં જુગાર રમતા ચાર મહિલા સહિત છ આરોપીઓને તીનપત્તીનો જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા.
જુગારની પ્રથમ રેઇડમાં ત્રાજપર ગામે ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા નીતિનભાઈ અરુણભાઈ વરાણીયા ઉવ.૨૯ તથા પુરીબેન નીતિનભાઈ અરુણભાઈ વરાણીયા ઉવ.૨૮ તથા રસીલાબેન મનીષભાઈ લખમણભાઈ વરાણીયા ઉવ.૪૫ ત્રણેય રહે. ત્રાજપર સાઈ એપાર્ટમેન્ટની બાજુમાં એમ ત્રણેય આરોપીઓને રોકડા રૂ.૧,૨૫૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા, આ સાથે બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે બીજી રેઇડમાં ત્રાજપર ગણે અવેળા પાસે પૈસાની હારજીતનો ગંજીપત્તાના પાનાનો તીનપત્તિનો જાહેરમાં જુગાર રમતા નટવરભાઈ વશરામભાઈ વરાણીયા ઉવ.૭૦ રહે. ત્રાજપર ગામ એસ્સાર પેટ્રોલ પંપ પાસે, મંજુબેન દિનેશભાઇ વેરશીભાઈ સનુરા ઉવ.૪૫ રહે.ત્રાજપર ઓરિએન્ટલ બેંક વાળી શેરી તથા જેતીબેન માનસિંગ સનુરા ઉવ.૬૦ રહે.ત્રાજપર ઓરિએન્ટલ બેંક વાળી શેરી વાળાને રોકડા રૂ.૨,૨૨૦/-સાથે ઝડપી લેવામાં આવી તમામ સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.