Friday, January 3, 2025
HomeGujaratમોરબી તાલુકાના નાની વાવડી ગામેંથી છ જુગારીઓ ઝડપાયા: ૬૯ હજારનો મુદામાલ કબજે...

મોરબી તાલુકાના નાની વાવડી ગામેંથી છ જુગારીઓ ઝડપાયા: ૬૯ હજારનો મુદામાલ કબજે કરાયો

મોરબી તાલુકાના નાની વાવડી ગામે ધમધમતા જુગારધામના રંગમાં પોલીસે ભંગ પાડી જુગાર રમતા છ શકુની શિષ્યોને ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબજામાંથી રોકડા ૬૯,૫૦૦ રૂપિયા કબજે કરી કાયદેશરની કાર્યવાહી આદરી છે.

- Advertisement -
- Advertisement -

નાની વાવડી ગામેં ભુમિ ટાવર વિસ્તારમાં આવેલ ફલેટ નં.૨૦૩માં અમરશીભાઇ રાઘવજીભાઇ રૂપાલાના રહેણાંક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડતા હોય જેની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી જ્યાં જુગાર રમતા અમરશીભાઇ રાઘવજીભાઇ રૂપાલા (ઉ.વ.૭૫), દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા (ઉ.વ.૬૩), ચંદુલાલ નરશીભાઇ સંઘાણી જાતે.પટેલ (ઉ.વ.૬૫), મનસુખભાઇ બાબુભાઇ જીલરીયા (ઉ.વ.૩૯), જયકિશન યોગેશભાઇ ખાંભરા (ઉ.વ.૩૩), રહે. તમામ નાની વાવડી તથા લખમણભાઇ બાબુભાઇ ગોગરા (ઉ.વ.૩૦), રહે. શકત શનાળા, શક્તિ માતાજીના મંદિર પાસે, તા.જી.મોરબીવાળાંને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલિસે તમામના કબ્જામાંથી રોકડ રૂ.૬૯,૫૦૦નો મુદામાલ કબજે કરી જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!