Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

મોરબીના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં દેશી દારૂ કરતા પણ વધુ ખરાબ કહી શકાય તેવા જુગારનું ચલણ શરૂ થયું છે. જેને પકડવા પોલીસ પણ સતર્ક થતી હોય છે. ત્યારે જુગારીયાઓ પણ હવે અવનવા કીમિયા કરી પોતાનો જુગાર રમવાની તક ચૂકી ન જવાય તે પ્રકારે ખાસ તૈયારીઓ કરી લેતા હોય છે. આવું જ મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં થયું છે. મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાંમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે પ્રોહી, જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. કે.એ.વાળાએ સર્વેલન્સની ટીમને મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં રેઇડ કરતા જુગાર રમતા નરશીભાઇ ચકુભાઇ પટેલ (રહે, જીવાપર, તા.જી.મોરબી), અરવિંદભાઇ બેચરભાઇ પટેલ (રહે, જીવાપર, તા.જી.મોરબી), વસંતભાઈ હરજીવનભાઇ પટેલ (રહે. જસમતગઢ, તા.જી.મોરબી), રાજેશભાઇ ભવાનભાઇ પટેલ (રહે. જશમતગઢ, તા.જી.મોરબી), કલ્પેશભાઇ ગોવિંદભાઇ પટેલ (રહે, જશમતગઢ, તા.જી.મોરબી) તથા રમેશભાઇ બાલુભાઇ પટેલ (રહે જશમતગઢ, તા.જી.મોરબી) નામના કુલ છ ઇસમોને રોકડ રૂ.૧,૦૩,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!