મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ પ્રોહિબિસન જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે કામગિરી કરતા દરમીયાન હળવદ પોલીસની ટીમે હળવદના ટીકર ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચાધિકારીઓએ ડી.વાય.એસ.પી પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિસન જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ મથકનાં પી.આઈ કે.એમ છાસીયાએ સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલ ખાનગી બાતમીનાં આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના ટીકર ગામે રજપુત શેરીમાં રણજીતભાઇ દીપુજી રજપુતના મકાનની પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા જગદીશભાઇ લખીરામભાઇ રામાનુજ (રહે. હડીયલ વાસ ટીકર તા.હળવદ જી.મોરબી), હસમુખભાઈ છગનભાઈ હડીયલ (રહે. હડીયલ વાસ ટીકર તા.હળવદ જી.મોરબી), રમેશભાઈ જીવણભાઇ ત્રેવડીયા (રહે. કોળીવાસ ટીકર તા.હળવદ જી મોરબી), મોડજીભાઈ ગાંડુભાઇ પરમાર (રહે. રજપુત શેરી ટીકર ગામ તા.હળવદ જી મોસ્કી, મનજીભાઈ ગાંડુભાઈ પરમાર (રહે. કોળીવાસ ટીકર ગામ તા.હળવદ જી.મોરબી) તથા અશોકભાઈ સજુભાઈ મકવાણા (રહે, કોળીવાસ ટીકર ગામ તા.હળવદ જી.મોરબી) નામના છ ઇસમોને કુલ રૂ ૨૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.